Wednesday, July 1, 2015
Thursday, May 14, 2015
મારો દિવસ ઢળી ગયો!!
આંગણ સુધી આવો...
હું આંખ મીચું
પાંપણ સુધી તો આવો...
...... ......
નિશ્વાસ એની આંખમાં ઓગળી ગયો,
ખપતો હતો મને તે ખુલાસો મળી ગયો,
કેવો ઉજાસ ઘર મહી એના ગયા પછી!
મારો દિવસ હંમેશને માટે ઢળી ગયો!!
Wednesday, May 13, 2015
Monday, May 11, 2015
મિલને કી વજહ મિલજાયે
સાથ જિતના બિતાયા વો પલ મિલજાયે ,
ચલો અપની અપની આંખે બંધ કર લે,
ક્યા પતા ખ્વાબોમેં ગુજરા હુઆ કાલ મિલજાએ !!
Saturday, May 9, 2015
તેરા ઇન્તઝાર કરું
વો તો ખુશ્બુ હૈ ઉસે કૈસે ગિરફ્તાર કરું;
ઉસકી મહોબત પે મેરા હક્ક નહી,
લેકિન દિલ કહેતા હૈ...
આખરી સાંસ તક તેરા ઇન્તઝાર કરું!!
Tuesday, May 5, 2015
કુછ યાદે દે ગયે,
કુછ ધોખે દે ગયે,
જો કુછ ભી દે ગયે,
સબ અપને દે ગયે,
..............
ના જાને કિતની હી
અનકહી બાતે સાથ લે જાઉંગા,
લોગ જુઠ કહતે રહેંગે ,
કિ ખાલી હાથ ગયા હૈ!
Wednesday, April 29, 2015
Friday, August 29, 2014
સૂચનો આવકાર્ય
સૂચનો આવકાર્ય
મિત્રો , નમસ્કાર!
મેં બ્લોગ શરૂ કરેલ તેને જોત જોતામાં ચાર વર્ષ પુરા થવા આવ્યા છે. બસ એમ જ શરુ કરેલ આ બ્લોગ ને હવે થોડી ગંભીરતા પૂર્વક વિકસાવવા ઈચ્છું છું. વેલ વિશર્સ તરીકે આપ પણ મને કઈ, આઈડિયા, , ફેરફાર સુચવી શકો છો. આપને મારો બ્લોગ કેવો લાગ્યો તે ચોક્કસ જણાવશો. મારા હિતેચ્છુઓના સૂચનોનો મને ખાસ ઇન્તજાર રહેશે.
આપનો મિતેષ આહિર
MO. NO. 9725055299
e-mail : miteshpahir@yahoo.com
Saturday, May 17, 2014
Sunday, February 10, 2013
ભગવાનનો પત્ર
વિષય: જિંદગી અને તમે !
,
હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો કે મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે.
[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું.. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં!
[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય..
[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે…
હું તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો.
Wednesday, September 26, 2012
Sunday, September 2, 2012
Saturday, May 19, 2012
Saturday, October 15, 2011
Saturday, July 30, 2011
ત્રણ ચિઝ જિંદગીમાં એક વાર મળે છે.
૧ માં બાપ ૨ હુસ્ન ૩ જવાની
ત્રણ ચિઝ સમજી વિચારીને ઉઠાવો
૧ કદમ ૨ કસમ ૩ કલમ
ત્રણ ચિઝ સમજી વિચારીને કરો
૧ મહોબત ૨ વાત ૩ ફૈસલો
ત્રણ ચિઝ કોઈની રાહ નથી જોતી
૧ મોત ૨ સમય ૩ ઉંમર
ત્રણ ચિઝને નાની ન સમજો
૧ કરજ ૨ ફરજ ૩ મર્જ
ત્રણ ચિઝ હંમેસા દુઃખ આપે છે
૧ દગો ૨ બેબસી ૩ બેવફાઈ
ત્રણ ચિઝ હંમેસા તમને ખુશ રાખે છે
૧ ભગવાન ૨ મિત્ર ૩ પત્ની
Friday, May 27, 2011
રાજકોટના અન્નક્ષેત્રોનો અહેવાલ
Tuesday, March 8, 2011
Friday, January 14, 2011
મકર સંક્રાતની શુભકામના...
આજે મકર સંક્રાતનો તહેવાર છે, ભલે મને પતંગ ઉડાડવાનો શોખ નથી છતાય અગાશી ઉપર ચડીને રંગ બેરંગી બનેલ આકાશ જોવાની બહુ મજા આવે છે. ઉંચે ચડતો ને કયારેક સ્થીર થતો તો કયારેક ગોથે ચડતો પતંગ જીવનની ફિલસુફી સમજાવી જાય છે. ચેત જે માનવ તારા જીવનની દોર કુદરતના હાથમાં છે. બહુ ઉંચે સ્થાન મેળવીને અભિમાનમાં ન આવી જતો ક્યારે નીચે પટકાય પડીશ કાય ખબર નહી પડે...
ચાલો ફરીથી બધને મકર સંક્રાતનો તહેવારની ખુબ ખુબ શુભકામના...
-મિતેષ આહીર
Saturday, December 11, 2010
જીવનમાં ઉતારવા જેવું
મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલોનું હોય છે અને
જયારે મૃત્યુ પામે છે ત્યારે અગ્નિસંસ્કાર બાદ તેની રાખનું વજન
પણ અઢી કિલો જ હોય છે...
જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝબલું, જેમાં ખિસ્સું ન હોય,
વળી જિંદગીનું છેલ્લું કપડું કફન જેમાં પણ ખિસ્સું ન હોય...
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધી
શા માટે ? આટલા દગા અને પ્રપંચ શા માટે ?
Saturday, October 9, 2010
માં અંબેના નોરતાનો પ્રારંભ
Sunday, August 29, 2010
જીવનના સાત પગલા
જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે...